Best Motivational Quotes in Gujarati Text. | ગુજરાતીમા પ્રેરણાદાયી સુવિચારો.
આ Article મા તમને Motivational Quotes in Gujarati એટલે પ્રેરણાદાયી સુવિચારો વાંચવા મળશે જે તમને ખરાબ પરીસ્થિતિ મા Motivate કરશે, તેમજ આ article તમારા જીવન માં Value add કરશે તેવી આષા રાખુ છુ.
આ ઉપરાંત તમે કેટલાક સફળ વ્યક્તિના Quotes પણ વાંચી શકો છો, જેમકે Steve jobs life Quotes જે તમને Inspire કરશે.
Best Motivational Quotes in Gujarati.
જો તમે સપના જોય શકો છો, તો તેને પુરા પણ કરી શકો છો.
જો તમારે સુર્ય ની જેમ ચમકવુ હોય, તો પેહેલા તેની જેમ સળગતા શિખો.
વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે.
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું.
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે.
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.
સફળતા તે નથી કે તમે કેટલુ વધારે પ્રાપ્ત કરો છો, પણ સફળતા એટલે તમે ઓછુ પ્રાપ્ત કર્યા પછી પણ ખુશ કેટલા રહો છો.
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ લક્ષ નહિ,વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ.
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ અને ધીરજ હોવી જરૂરી છે.
નિષ્ફળતા એટલે સફળતા મેળવવા માટેની hint.
કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે.
પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો.
મહાનતા જન્મથી પ્રાપ્ત નથી થતી, તે કર્મથી પ્રાપ્ત થાય છે.
પોતાને ગમતુ કામ કરો અથવા કામને જ ગમતુ કરો.
શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે.
આખુ જીવન પસ્તાવા કરતા એક વાર મહેનત કરી લેવી જોઈએ.
પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું, અને નફરત માણસને ખીલવા નથી દેતી.
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે..
સફળતા માટે પોતાના પર વિશ્વાસ હોવો જરુરી છે.
અહંકાર તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે જે સબંધોનું સાચું મહત્વ જાણે છે.
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે, પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.
આપણુ ભવિષ્ય, આપણે વર્તમાનમાં શુ કરીયે તેના પર આધારીત છે .
જો તમે જીવન ને એક ગેમ સમજો છો, તો આ તેવી ગેમ છે જ્યાં તમને માત્ર એક જ Life line મળે છે.
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો.
જો તમારી પાસે જરુર કરતા વધારે હોય તો તમારે તેને જરુરીયાત મંદ લોકોને વહેચવુ જોઇયે.
જે પ્રયત્ન કરે છે, તેને માટે કંઇ પણ અશક્ય નથી.
વિચાર કેટલા આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે.
જ્યારે શરુ કરેલ કામ અધુરુ છોડવાનુ મન થાય ત્યારે યાદ કરવાનુ કે તમે તે કામની શરુઆત શુ કામ કરી હતી.
જો તમે શરુઆત નથી કરતા તો તમે ક્યારેય જીતી શક્તા નથી.
વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે.
જ્યા છો ત્યાથી શરુ કરો, જે તમારી પાસે છે તેનો Use કરો અને જે કરી શકો છો તે કરો.
જ્યારથી તમે તમારી value કરો છો, ત્યારથી દુનિયા તમારી value કરે છે.
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે, ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.
સફળતા અનુભવથી આવે છે અને અનુભવ એ ખરાબ અનુભવથી આવે છે.
જો તમે એવા વ્યક્તિને શોધો છો, જે તમારા જીવનમાં બદલાવ લાવશે, તો તમારે આરિસામાં જોવું જોઇએ.
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે.
તમે તમારા વિચારોને નિયંત્રણ કરતા શીખી જાઉ, નહિતર તમારા વિચારો તમને નિયંત્રણ કરશે.
શિક્ષણ એટલે માત્ર માહિતી ભેગી કરવી જ નથી, પણ શિક્ષણ એટલે કેવી રીતે વિચારવુ.
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.
હંમેશા એક વાત યાદ રાખવી કે તમે તમારી સમસ્યા કરતા મોટા છવો.
તમે જ તમારા બધા પ્રશ્નોના જવાબ છો.
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં, પારકાનું અજવાળું કામ ના આવે.
જે વ્યકિત પોતાના વિચારોને બદલી શકતો નથી તે કઇ પણ બદલી શકતો નથી.
તમને તમારૂ ગુમાવવાનો ડર નથી તો તમને કોઇ પણ હરાવી શકશે નહીં.
તમે fail થયા હશો પણ તમે ત્યા સુધી fail ગણાતા નથી, જ્યાં સુધી તે કામને તમે છોડતા નથી.
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે.
Motivational Thoughts in Gujarati
માર્ગદર્શન સારું હોય ને સાહેબ, તો દીવાનો પ્રકાશ પણ સૂર્યનું કામ કરી જાય છે !!
જે મળ્યું છે એમાં ખુશ રહેતા શીખો સાહેબ, કારણ કે આપણને જે પણ કાંઈ મળ્યું છે ને,એ હજી ઘણા લોકોનું સપનું છે !!
સાગરના મોતી શોધવા સહેલા છે,માનવીના મન સમજવા અઘરા છે, જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે !!
એકતા અને સંપ તો લોહીમાં હોય છે સાહેબ, બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સિટી માં ભણવા જાય છે !!
લાખ રૂપિયાની ઘડિયાળ ભલેને આપણાં હાથમાં હોય, પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે !!
જીવનમાં દોસ્તી અને પ્રેમ જેને કરો, તેને એટલો કરજો કે તે તકલીફ માં હોય ત્યારે, તે ભગવાનની પહેલા તમને યાદ કરે !!
જિંદગીમાં આગળ વધવાનો એક જ રસ્તો છે,બસ પાછું વળીને જોવાનું છોડી દો સાહેબ !!
કોઈને ખોટા સમજતાં પહેલા એકવાર એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરજો સાહેબ, કારણ કે પૂર્ણ વિરામ એ માત્ર અંત નથી, નવા વાક્યની શરૂઆત પણ હોય છે !!
જીતવાનું તો ક્યારેક જ હોય છે, પણ શીખવાનું દરેક વખતે હોય છે, અહમ તો બધાને હોય પણ નમે એ જ છે, જેને સંબંધોનું મહત્વ હોય છે !!
પ્રગતિ ભલે ધીમી થાય પણ ઈમાનદારી રાખજો, મનગમતું બધું મળી જાય તો જીવવાની શું મજા, જીવવા માટે એકાદ કમી પણ જરૂરી છે !!
ઘડિયાળના કાંટા જેવો જ આપણો સંબંધ છે, ક્યારેક મળી શકીએ ક્યારેક નહીં, પણ હંમેશાં એકબીજાની સાથે જોડાયેલા રહીએ !!
કાચનો ટુકડો બનીને રહેશો, તો કોઈ અડશે પણ નહીં અને હા જે દિવસ અરીસો બની જશો, તો કોઈ જોયા વિના રહેશે પણ નહીં !!
થોડા થોડા સમયે એકબીજાના મનના દરવાજા ખખડાવતા રહેજો સાહેબ, મુલાકાત ભલે ના થાય, પણ નજીક હોવાના અહેસાસમાં કમી ના થવી જોઈએ !!
જિંદગીની યાદોમાં એ યાદોને યાદ રાખવી, જે યાદોને યાદ કરવાથી, આ જિંદગી યાદગાર બની જાય !!
પાણીને એક ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ વાણીને ચાર ગરણાથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો મારે અને શબ્દો જ તારે છે !!
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે,વિચારશો તો બધી વાતનું કારણ મળી જશે, જીવન એટલું પણ મજબૂર નથી હોતું, જીગરથી જીવો તો જલસા પડી જશે !!
હુ આશા રાખું છુ કે તમને Motivational Quotes in Gujarati વાંચવા ગમ્યા હશે. જો તમે કોઈ Quotes થી વધારે Inspire થયા હોઈ તો તેને Comment મા લખવા વિનંતી.
0 Comments